Thursday, March 22, 2012

ઉત્સવ દર્શન :   ગૂડી પડવો

ગૂડી એટલે વિજય પતાકા, ભોગ પર યોગ નો , વૈભવ પર વિભૂતિનો અને વિકાર પર વિચારનો વિજય.
મંગલતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસરાવતી એ ગૂડીના ચડાવાનારે આત્માનિરીક્ષણ કરવું રહ્યું કે મારા મનમાં રહેલ વાનરવૃતિ- ચાંચલ્યાવૃતિનો નાશ થયો કે નહિ. મારું મન શાંત, સ્થિર અને સાત્વિક બન્યું કે નહિ, જે પોતાના મન પર વિજય મેળવી શકે તે માનવ.

अमृत्श्य पुत्रा: એમ કહીને વેદો જેને બિરદાવે છે. એવો સિંહપુત્ર જેવો માનવ આજે બિચારો બની ફરતો રહ્યો છે. ત્યારે આજનો  દિવસ આપણને પુરુષાર્થી અને પરાક્રમી સાંસ્કૃતિક વીર થવાની  પ્રેરણા આપે છે.

ગૂડી આશ્વાસન નું પ્રતિક છે. તે કહે છે. " તું પણ અસત થી સત તરફ જઈ શકે છે, તું પણ દુર્ગુણો તરફથી સદગુણો તરફ જઈ શકે છે. તારામાં એ શક્તિ અને સામર્થ્ય પરભુ એ ઠસોઠસ ભરેલાં છે."

જીવનમાં જેમ સુખની પાછળ દુઃખનું અનુગમન થતું જ હોય છે. સાગરમાં જેમ ભરતી-ઓટ ચાલે છે. તેમ सुखे: दुखे समे कृत्वा નું સામ્યવૃતિ નું તત્વજ્ઞાન આજે લીમડાં અને સાકારના પ્રતિક દુપે લોહીમાં ભરી રહ્યો છે.
તેને સમજી આરોગી , પુષ્ટ અને તુષ્ટ થવું એજ આપનું કર્તવ્ય છે.

આજ રીતે જીવન માં આવતાં રહેલા સુખ-દુખથી પથચ્યુત ન બનતાં જરૂર પડ્યે અનંત કડવાં ઘુંટડા પી જઈને પણ પ્રભુકાર્ય માં કટિબદ્ધ થઈ પ્રભુના સાચા સૈનિક બનવાનો સંકલ્પ કરીએ....

પુસ્તક : સંસ્કૃતી પૂજન
- પાંડુરંગશાસ્ત્રી અઠવાલેજીના પ્રવચનોમાંથી
 © સત વિચાર દર્શન  


No comments:

Post a Comment